અમેરિકા અને દક્ષિણ કોરિયા કિમ જૉંગ-ઉન સામે બાથ ભીડવાની તૈયારી કરી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, કિમ જૉંગ-ઊન સામે બાથ ભીડવા USA અને South Koreaની તૈયારી?

એક તરફ તાઇવાન સામે ચીન તાડૂકે છે અને બીજી તરફ ઉત્તરો કોરિયા દક્ષિણ કોરિયા સામે લાલ આંખ દેખાડવાના ભાગરૂપે જાપાનના દરિયામાં મિસાઇલો છોડે છે.

ત્યારે આ વિસ્તારમાં અમેરિકા પોતાના સહયોગીનાં હિતોને સાચવવા માટે મેદાને છે.

ત્રણ વર્ષ પહેલાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રદ કરેલી દક્ષિણ કોરિયા અને અમેરિકાની સૈન્ય ટુકડીઓ વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત ફરીથી શરૂ થઈ છે.

આ કવાયત 11 દિવસો સુધી ચાલવાની છે.

આ કવાયતથી ઉત્તર કોરિયા લાલઘૂમ થયું છે પણ શું આ સૈન્ય કવાયતથી આ વિસ્તારમાં હથિયારોની હોડ વધી જશે? સમજીશું આજની કવર સ્ટોરીમાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન