પૂજા ગૌડ : 9 વર્ષ પહેલાં જેમનું અપહરણ થયું એ છોકરી તેમના પરિવારને ફરી કેવી રીતે મળી?

મુંબઈમાં 22 જાન્યુઆરી 2013ના રોજ સાત વર્ષની પૂજા ગૌડ સ્કૂલબહારથી ગાયબ થઈ ગઈ હતી.

નવ વર્ષ બાદ પૂજા પોતાના ઘરે પરત ફરી છે.

પૂજાનું કહેવું છે કે સ્કૂલની બહાર એક દંપતિએ આઇસક્રીમની લાલચ આપીને તેને ફોંસલાવી લીધી હતી.

ચોથી ઑગસ્ટે તેઓ ચમત્કારિક રીતે નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં. તેમનાં માતા પૂનમ ગૌડ કહે છે કે તેમની ખુશી સાતમા આસમાને છે.

તેઓ કહે છે, "મેં આશા જ છોડી દીધી હતી કે મારી દીકરી મને પાછી મળશે પણ ભગવાને અમારા પર મહેરબાની કરી લાગે છે."

જુઓ આ વીડિયો રિપોર્ટ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો