બાંગ્લાદેશમાં ઈંધણ મોંઘું થતાં વધ્યો પરિવહનખર્ચ, વધતા ખર્ચથી પરેશાન પરિવારોની વ્યથા
બાંગ્લાદેશમાં ઈંધણના ભાવ વધારાને પગલે જાહેરપરિવહન ખર્ચમાં 20-30 ટકાનો વધારો થયો છે.
ફુગાવાનો ઊંચો દર અને હાલમાં જ ઈંધણના ભાવ વધારાને કારણે છેલ્લાં કેટલાક અઠવાડિયામાં ટૅક્સી, શેરિંગ રાઇડ, ઑટો-રિક્ષા અને રિક્ષાના ભાડા વધી ગયા છે.
પરિવારો હવે પરિવહનખર્ચ ચૂકવવા નોંધપાત્ર રીતે વધુ પૈસા ખર્ચી રહ્યા છે. શાળાએ જતાં બાળકો અને કામ કરતાં માતા-પિતા સાથેના પરિવારોમાં વધતો પરિવહનખર્ચ કેવી રીતે તેમના જીવનખર્ચને અસર કરે છે તે સમજીએ શાહનવાઝ રૉકીના આ અહેવાલમાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
