એ સરકારી શાળા જેની વિદ્યાર્થિનીઓ કડકડાટ અમેરિકન ઇંગ્લિશ બોલે છે
અમેરિકન ઇંગ્લિશમાં વાતો કરવાનો પ્રયાસ કરતાં બાળકો આ સરકારી શાળાનાં છે. આંધ્ર પ્રદેશના એનટીઆર જિલ્લામાં અંગ્રેજી ભાષા શીખવવાનો આ નવતર પ્રયાસ છે.
સરકારે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત નિદામનુરૂ હાઇસ્કૂલમાં 12 દિવસીય કૅમ્પનું આયોજન કર્યું છે.
મુખ્ય મંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીએ બેન્ડાપુડી સ્કૂલનાં બાળકોનાં વખાણ કર્યાં છે.
જોકે આ બાળકોને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો. અમુક લોકો એવો પણ સવાલ ઊઠાવી રહ્યા છે કે બાળકોને અમેરિકન ઇંગ્લિશ કેમ શીખવી રહ્યા છો?
એમ છતાં અંગ્રેજી શીખવા માટે બાળકો અડગ રહ્યાં. જુઓ, તેમની સફળતાની આ કહાણી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
