ફ્રાન્સ સહિત યુરોપમાં દાવાનળ ભભૂક્યો, વૈજ્ઞાનિકોએ આપી આકરા દુકાળની ચેતવણી

વીડિયો કૅપ્શન, ફ્રાન્સ સહિત યુરોપમાં દાવાનળ ભભૂક્યાો, વૈજ્ઞાનિકોએ આપી આકરા દુકાળની ચેતવણી

1,000થી વધુ અગ્નિશામકો દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સનાં જંગલોમાં લાગેલી "વિકરાળ" આગ સામે લડી રહ્યા છે. આ દાવાનળે 7,000 હેક્ટર (17,300 એકર) જેટલા જંગલને બાળીને ખાખ કરી નાખ્યું છે એમ અધિકારીઓ કહે છે.

બોર્ડેક્સ શહેરની નજીકના જંગલમાં લાગેલી પ્રચંડ આગથી સંખ્યાબંધ ઘરો બળીને ખાખ થઈ ગયાં છે અને 10,000 રહેવાસીઓને ભાગી જવાની ફરજ પડી છે.

ફ્રાન્સમાં લાગેલી આ આગની અસર સમગ્ર યુરોપ ઉપર પણ દેખાતી જોવા મળી રહી છે.

યુએનની ચેતવણી છે કે ઉત્તરી યુરોપમાં સામાન્ય કરતા અત્યંત વધુ તાપમાન નોંધાશે તથા ગ્લોબલ વોર્મિંગને નાથવા વધુ સંયુક્ત સહકારની જરૂર છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન