નીતીશકુમાર અંગે શું બોલ્યા ડેપ્યુટી મુખ્ય મંત્રી તેજસ્વી યાદવ?
નીતીશકુમારે 8મી વાર બિહારના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા. તો તેજસ્વી યાદવે ડેપ્યુટી મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. તેજસ્વી બીજી વાર ડેપ્યુટી મુખ્ય મંત્રી બન્યા છે.
બીજી તરફ બિહારમાં નીતીશકુમારના એનડીએ ગઠબંધન છોડવાના વિરોધમાં ભાજપે વિરોધપ્રદર્શન કર્યું હતું.
હવે જ્યારે તેજસ્વી યાદવ બીજી વાર ડેપ્યુટી મુખ્ય મંત્રી બન્યા છે ત્યારે બીબીસી સંવાદદાતા રજનીશકુમારે તેમની સાથે વાત કરી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
