પાકિસ્તાનમાં પૂર : પાકિસ્તાનમાં પૂરને પગલે તારાજી, 500થી વધુનાં મોત

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં પૂર : પાકિસ્તાનમાં પૂરને પગલે તારાજી, 500થી વધુનાં મોત

પાકિસ્તાન અત્યાર સુધીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે.

દેશના અનેક ભાગોમાં છેલ્લા ત્રણ દાયકાનો સૌથી વધારે વરસાદ પડતાં ઘણા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. રિપોર્ટ પ્રમાણે પૂરને પગલે ઓછામાં ઓછા 500 લોકોનાં મોત થયાં છે, જ્યારે કે અનેક લોકો ઈજાગ્રસ્ત છે.

કરાચીમાં રસ્તાઓ પર ઘણા દિવસો સુધી પાણી ભરાયેલું રહ્યું હતું.

પૂરના કારણે જોવા મળ્યું છે કે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું નબળું છે અને આત્યંતિક હવામાનની સામે લોકો કેટલા દયનીય સ્થિતિમાં છે.

જળવાયુ નિષ્ણાતો માને છે કે પાકિસ્તાને જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાની જરૂર છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન