કૉમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન બાદ ભારત ખેલક્ષેત્રે અગ્રેસર બનવા કેટલું તૈયાર?

વીડિયો કૅપ્શન, ખેલક્ષેત્રમાં અગ્રેસર બનવા ભારત કેટલું તૈયાર? CWGમાં ભારતને મળ્યા 22 ગોલ્ડ

કૉમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે પણ ભારતનું પ્રદર્શન સારું રહ્યું હતું. ભારતે અંતિમ દિવસે ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.

શરૂઆતમાં પીવી સિંધુએ મહિલાઓની સિંગલ્સ મૅચમાં ગોલ્ડ મેડલ જીત્યો. બાદમાં લક્ષ્ય સેને પુરુષ સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો હતો.

બૅડમિન્ટનમાં જ પુરુષ ડબલ્સમાં સાત્વિક રૅંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પણ ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ટેબલ ટૅનિસમાં 16 વર્ષ બાદ સિંગલ્સમાં અચંતા શરત કમલે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વેઇટલિફ્ટિંગ, કુશ્તી, બૅડમિન્ટન, ટેબલ ટૅનિસ, લૉન-બૉલથી લઇને ઍથલેટિક્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું હતું.

બર્મિંઘમમાં ભારતે 61 મેડલ જીત્યા છે. જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ખેલાડીઓ પાછા ફર્યા હતા.

જોકે નિશાનેબાજીને આ રમતોત્સવમાં સામેલ ન કરાતા ભારતની મેડલની સંખ્યા ઓછી થઈ છતાં ઘણી રમતમાં ભારતીય ખેલાડીઓએ અપેક્ષા કરતા ચડિયાતુ પ્રદર્શન કર્યું.

આ સાથે હવે ખેલક્ષેત્રમાં ભારતના અગ્રેસર થવાની આશા જન્માવી રહ્યું છે.

આ વિષયને લઈને છે આજની કવર સ્ટોરી....

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન