શું સંગીત નફરત ફેલાવવાનું માધ્યમ હોઈ શકે?
ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિન્દુ રાષ્ટ્રની સતત ચર્ચા થઈ રહી છે.
આ આખીય સંકલ્પનાને પીઠબળ આપતાં ગીતો અને સાહિત્ય સોશિયલ મીડિયા અને યૂટ્યૂબ થકી વધુને વધુ લોકો સુધી પહોંચી રહ્યાં છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં સમુદાય વચ્ચે થયેલી હિંસક અથડામણોમાં વારંવાર આ પ્રકારનાં ગીતોની ભૂમિકાનો ઉલ્લેખ થતો આવ્યો છે. લેખક અને રાજકીય વિશ્લેષક નિલાંજન મુખોપાધ્યાયનું કહેવું છે કે આ ગીતો નથી પણ યુદ્ધનું આહ્વાન છે.
દેશમાં આ પરિસ્થિતિ વધુને વધુ પ્રસરતી જઈ રહી છે ત્યારે બીબીસી લઈને આવ્યું છે એક ખાસ સિરીઝ જેમાં અમે એ પાસાંને તપાસવાનો પ્રયાસ કરીશું કે શું ખરેખર 'ભારત હિન્દુ રાષ્ટ્ર' બનવા તરફ આગળ વધી રહ્યું છે.
જુઓ બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવ અને ગૌરવ રાજપૂતનો આ રિપોર્ટ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
