અલ-કાયદાના નેતા અલ-ઝવાહિરીને અમેરિકાએ કાબુલમાં માર્યા, કેવી રીતે હાથ ધરાયું ઑપરેશન?

વીડિયો કૅપ્શન, અલ-કાયદાના નેતા અલ-ઝવાહિરીને અમેરિકાએ કાબુલમાં માર્યો

અમેરિકાએ અલકાયદાના નેતા અયમાન અલ ઝવાહિરીને અફઘાનિસ્તાનમાં એક ડ્રોન હુમલામાં મારી નાખ્યા.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને તેની પુષ્ટી કરી છે. રવિવારે અમેરિકી તપાસ એજન્સી સીઆઈએએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકવાદ વિરોધી ઑપરેશન ચલાવ્યું હતું જેમં ઝવાહિરીનું મૃત્યુ થઈ ગયું.

જો બાઇડને કહ્યું કે ઝવાહિરીના હાથ અમેરિકી નાગરિકોની હત્યા, અને હિંસાના લોહીથી રંગેલા હતા. હવે લોકોને ન્યાય મળી ગયો છે. અલ-ઝવાહિરીને અલ-કાયદાનું મગજ કહેવામાં આવે છે.

આંખોના ડૉક્ટર અલ-ઝવાહિરીએ ઇજિપ્ત ઇસ્લામિક જેહાદી ગ્રૂપ બનાવવામાં મદદ કરી હતી.

2011માં ઓસામા બિન-લાદેનને અમેરિકાએ મારી નાખ્યા હતા અને ત્યારથી અલ-કાયદાની કમાન અલ-ઝવાહિરી પાસે હતી.આ પહેલાં અલ-ઝવાહિરીને ઓસામા બિન-લાદેનનો જમણો હાથ ગણવામાં આવતા હતા.

11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકામાં થયેલા હુમલા પાછળ પણ અલ-ઝવાહિરીનો જ હાથ હોવાનું માનવામાં આવે છે.

અલ-કાયદામાં ઓસામા બિન-લાદેન બાદ અલ-ઝવાહિરી બીજા નંબરના નેતા હતા. અલ-ઝવાહિરીને અમેરિકાએ 2001માં 22 મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીઓની યાદીમાં રાખ્યા હતા અને તેમના પર 2.5 કરોડ ડૉલરનું ઇનામ રાખ્યું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન