મ્યાનમારમાં ચાર લોકશાહી સમર્થકોને મૃત્યુદંડ
મ્યાનમારમાં હાલમાં જ સેના છોડનારા છ સૈનિકોએ સ્વીકાર્યું કે તેમણે સૈન્યના આદેશ પર માનવાધિકારોનું ઉલ્લંઘન કર્યું. તેમણે બીબીસીને વિસ્તારથી ઇન્ટરવ્યૂ આપ્યો. જેમાં તેમણે વર્ણવ્યું કે કેવી રીતે તેમણે કેટલાક નાગરિકોનું ઉત્પીડન કર્યું, તેમને યાતના આપી, કેટલીક મહિલાઓનો બાળાત્કાર કર્યો અને ગામડાઓમાં આગ ચાંપી.
મ્યાનમારમાં આંગ-સાન-સૂ ચીના નેતૃત્વમાં ચાલતી લોકશાહીથી ચૂંટાયેલી સરકાર સામે બળવો કરીને સૈન્યએ ગત વર્ષે સત્તા કબજે કરી લીધી.
અને હવે તેમની સામે હથિયાર ઉઠાવતા સામાન્ય લોકો દ્વારા બનેલી નાગરિક સેનાને કચડી નાખવા પ્રયત્નો થઈ રહ્યા છે. રોબેકા હિસ્કીનો આ અહેવાલ કે જેની કેટલીક તસવીરો અને માહિતી તમને વિચલિત કરી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
