ગુજરાતમાં વરસાદ : હજી પડશે અતિભારે વરસાદ, આ જિલ્લાઓ પર ખતરો
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે.
નદીઓનાં પાણી શહેરો અને ગામડાંમાં ઘૂસી ગયાં છે. જોકે, રાજ્યમાં હજી પણ સ્થિતિ વધારે ખરાબ બને તેવા અણસાર દેખાઈ રહ્યા છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી છે, એટલે કે આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
