યુક્રેન યુદ્ધ : રશિયનો દ્વારા માર્યા ગયેલા લોકોના પરિવારની વ્યથા અને યુદ્ધ અપરાધની તપાસ

વીડિયો કૅપ્શન, રશિયાએ યુક્રેન પર કરેલી હુમલા પછી યુક્રેનમાં કેવી સ્થિતિ છે?

આધુનિક યુગના સૌથી મોટા યુદ્ધ અપરાધોની તપાસ યુક્રેનમાં ચાલી રહી છે.

ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ અને રાષ્ટ્રીય સરકારી વકીલો રશિયન અત્યાચાર મામલે પુરાવા ભેગા કરી રહ્યા છે.

કિએવની પાસે આવેલા બુચામાં અત્યાચારની કેટલીક ભયાનક ઘટનાઓ સામે આવી છે.

આ વિસ્તાર પર રશિયાએ જ્યારે મહિનો સુધી કબજો કર્યો હતો ત્યારે મનાય છે કે એક હજાર કરતાં વધુ લોકોનાં મોત થયાં છે.

બીબીસી સંવાદદાતા ફર્ગલ કિને આ વિસ્તારની મુલાકાત લઈને એ જાણવાની કોશિશ કરી કે મૃતકોના પરિવારમાં તેને લઈને કેટલો મોટો માનસિક આઘાત લાગ્યો છે.

અહેવાલનાં કેટલાંક દૃશ્યો આપને વિચલિત કરી શકે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન