બોરિસ જોન્સનનું રાજીનામું, હવે આગળ શું-શું થઈ શકે છે?

વીડિયો કૅપ્શન, બોરિસ જોન્સનનું રાજીનામું, હવે આગળ શું-શું થઈ શકે છે?

ડિસેમ્બર 2019માં 80 બેઠકની બહુમતી સાથે સત્તા પર આવનાર યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સને આખરે 2 વર્ષ અને 349માં દિવસે ભારે દબાણ બાદ પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે.

જોન્સને કહ્યું કે પાર્ટીના સંસદસભ્યો નવો નેતા, નવો વડા પ્રધાન ઇચ્છે છે, એટલે નવા નેતાની પસંદગીપ્રક્રિયા આજથી શરૂ થાય છે અને અઠવાડિયામાં તેનો કાર્યક્રમ જાહેર થઈ જશે.

ત્યારે શું છે આ મામલો અને હવે કોણ બની શકે યુકેના નવા વડા પ્રધાન સમજીશું આજની કવર સ્ટોરી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન