યુકેમાં બોરિસ જૉન્સન પર કેમ છે રાજીનામાનું દબાણ?

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સનના પદ સામે જોખમ તોળાઈ રહ્યું છે.

તેમની કૅબિનેટમાંથી બે સિનિયર મંત્રીઓ સહિત અન્ય મંત્રીઓ અને સહયોગીઓ ઉપરાંત સેક્રેટરીઓ મળીને કુલ 27 રાજીનામાં પંડ્યા છે અને તે પણ છેલ્લા 24 કલાકમાં.

જોકે બોરિસ જોન્સને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ રાજીનામું નહીં આપે પણ ન માત્ર તેમના વિરોધી પાર્ટીઓ તરફથી પણ તેમની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક સાંસદો તરફથી પણ રાજીનામાંનું દબાણ વધી રહ્યું છે.

જુઓ આજની કવરસ્ટોરી...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો