આસામમાં ભયાનક પૂરમાં લાશો તણાઈ, ચોમેર તબાહી

ભારતના ઉત્તરપૂર્વીય રાજ્ય આસમમાં આવેલા ભયાનક પૂરને પગલે લાખો લોકોનું જીવન બેહાલ બન્યું છે. આ પૂર અને ભૂસ્ખલનને પગલે 150થી વધુ લોકોના મોત થયા છે.

રાહત અને બચાવકાર્યમાં લાગેલી ટીમોએ પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આસામની મોટી નદીઓમાં ભારે પૂર આવ્યા છે. આસામના 35માંથી 33 જિલ્લા પૂરની ઝપેટમાં છે. લગભગ બે લાખ લોકોને 744 રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફે લગભગ 30,000 લોકોને બચાવ્યા છે.

આસામમાં આ વર્ષે પૂરનો આ બીજો તબક્કો છે, જેમાં લાખો ઘરો ડૂબી ગયા છે અને ઘણા વિસ્તારોમાં પરિવહન જોડાણ સંપૂર્ણપણે તૂટી ગયું છે.

પૂરની તબાહીને કારણે 47 લાખ 72 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આસામ સરકારે બેઘર લોકો માટે 1425 રાહત કેમ્પ ખોલ્યા છે જ્યાં અઢી લાખ લોકોએ આશ્રય લીધો છે.

આસામમાં પૂરના પાણીથી એક લાખ હેક્ટરથી વધુ પાક વિસ્તાર પ્રભાવિત થયો છે. આ સાથે રસ્તાઓ તૂટી ગયા છે અને રેલ માર્ગો ખોરવાયા છે.

પૂર વચ્ચે ફંસાયેલા લોકોની આ કરૂણ કહાણી છે. જૂઓ આસામથી બીબીસી સંવાદદાતા અંશુલ વર્માનો રિપોર્ટ....

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો