સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મોદી સરકારે લગાવેલા પ્રતિબંધની લોકોનાં જીવન અને પર્યાવરણ પર કેવી અસર પડશે?

વીડિયો કૅપ્શન, સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી પ્લાસ્ટિકનો કચરો ઓછો થશે?

ભારતમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકની 19 પેદાશો પર પ્રતિબંધ લાદી દેવાયો છે.

વડા પ્રધાન મોદીએ તેમના ભાષણમાં વર્ષ 2022 સુધીમાં 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' એટલે કે એક જ વાર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકને બંધ કરવાની વાત કરી હતી. તેમણે ડિસેમ્બર 2020ની તેમની 'મન કી બાત'માં પણ આનો ઉલ્લેખ કર્યો હતો.

આ પછી, સરકારે વેસ્ટ મૅનેજમૅન્ટ નિયમોમાં સુધારો કરીને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'ને વ્યાખ્યાયિત કર્યું હતું.

પ્લાસ્ટિકની જે વસ્તુઓને માત્ર એક જ વાર ઉપયોગમાં લેવામાં આવતી હોય અને પછી ફેંકી દેવામાં આવતી હોય અથવા તો રિસાયકલ કરવામાં આવતી હોય તો એને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' ગણવામાં આવશે.

બાદમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી જેણે પર્યાવરણને થતા નુકસાન અને ઉપયોગિતાના આધારે યાદી તૈયાર કરી હતી. આ યાદીમાંથી 19 વસ્તુઓ પરનો પ્રતિબંધ 1 જુલાઈ, 2022થી લાગુ થઈ ગયો છે.

પ્રતિબંધિત ઉત્પાદનોમાં ઇયર બડ્સ, બલૂનમાં લગાવેલી પ્લાસ્ટિકની લાકડીઓ, પ્લાસ્ટિક પ્લેટ, કપ, ચમચી અને 100 માઇક્રૉનથી ઓછી જાડાઈ ધરાવતાં બેનરોનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ અનુસાર, દેશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પાંચ વર્ષમાં બમણો થયો છે.

દેશમાં વર્ષ 2020માં આશરે 35 લાખ ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થયો હતો, જે દુનિયામાં ચીન, અમેરિકા, ઇન્ડોનેશિયા અને જાપાન બાદ સૌથી વધુ હતો.

જોકે, આ સરકારી પહેલથી પ્લાસ્ટિકના કચરા પર કેવો કાબૂ મેળવી શકાશે એ મહત્ત્વનો સવાલ છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન