હૉંગ કૉંગ ચીનને સોંપાયાને 25 વર્ષ થયાં, કેટલો બદલાવ આવ્યો?
વર્ષ 1997માં હૉંગ કૉંગ બ્રિટિશ નિયંત્રણ પાસેથી ચીનના શાસન હેઠળ આવ્યું હતું, આ ઘટનાને 25 વર્ષ થયાં છે.
તે સમયે ચીને ખાતરી આપી હતી કે આવતાં 50 વર્ષ સુધી તે હૉંગ કૉંગને પોતાની સ્વતંત્ર ધારાસભા અને ન્યાયપાલિકા ચૂંટવાનો અધિકાર આપશે.
પણ ચીનના આલોચકોનું માનવું છે કે નવો સુરક્ષા કાયદો લાવીને તેણે આ વચનને ફોક કર્યું છે.
ચીને હૉંગ કૉંગની ન્યાયપાલિકાને પણ કમજોર કર્યાના આરોપો લાગતા રહ્યા છે. નવા કાયદાના બહાને વિરોધીઓના સૂર દબાવવાની કોશિશ થઈ રહી છે.
હૉંગ કૉંગ પર ચીની શાસનનાં 25 વર્ષ પર કવર સ્ટોરી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
