ગુજરાત : જંગલનો રાજા સિંહ દરિયાકાંઠે કેવી રીતે અને શા માટે પહોંચી ગયો?
ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તી સતત વધી રહી છે. 2020માં તેમની સંખ્યા 670ને આંબી ચૂકી હતી. જોકે વધતી વસ્તીને કારણે તેઓ હવે ગુજરાતના દરિયાકાંઠા સુધી જોવા મળે છે.
જંગલમાં રહેતા સિંહોની વિપરીત પરિસ્થિતિમાં આ સિંહો જીવી રહ્યા છે. દરિયાકાંઠે રહેતા આ સિંહો વિશે વધુ જાણવા માટે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ ગુજરાતના દરિયાકાંઠાની મુલાકાત લીધી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
