જળ જીવન મિશન : એવું ગામ જ્યાં જળસંકટને લીધે યુવાનોને કુંવારા રહેવું પડે છે
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશનો સરહદીય વિસ્તાર એટલે બુંદેલખંડ. અહીં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.
ઓછા વરસાદને કારણે અહીંના પર્વતીય વિસ્તારોમાં મોટા ભાગે દુકાળની સ્થિતિ હોય છે. અહીં પાણી લેવા માટે એટલી દૂર જવું પડે છે કે લોકો અહીંનાં ગામોમાં પોતાની છોકરીઓનાં લગ્ન નથી કરાવતા.
બીબીસીની વોટર સિરીઝ અંતર્ગત આજે વાત ઉત્તર પ્રદેશના ચિત્રકૂટની. જળ જીવન મિશન અંતર્ગત અહીં કેવી રીતે પાણી પહોંચી રહ્યું છે? જોઈએ બીબીસી સંવાદદાતા દિવ્યા આર્ય અને કાશિફ સિદ્દિકીનો વીડિયો રિપોર્ટ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો