લદ્દાખનું તરસ્યું ગામ, જ્યાં પાંચ મિનિટમાં પાણી બરફ બની જાય છે

'રણપ્રદેશ હોય કે પહાડ હવે દરેક ઘરમાં આવશે નળમાંથી પાણી...' આ દાવો કેન્દ્ર સરકારનો છે અને તેના માટે યોજના લૉન્ચ કરાઈ છે 'જળજીવન મિશન.' પણ શું આ યોજના ખરેખર લોકોનું જીવન બદલી રહી છે?

ભારત સરકારની બહુચર્ચિત યોજના જળજીવન મિશન, જેમાં દાવો કરાય છે કે દેશનાં દરેક ગામનાં દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચાડાશે. પ્રતિ દિવસ 55 લીટર પાણી પીવા મળશે.

ગામ પહાડ પર હોય કે રણમાં, પાણીનો વાયદો પૂરો છે. બીબીસી લઈને આવ્યું છે વિશેષ સિરીઝ. જેમાં મોદી સરકારના દાવાઓની તપાસ કરાઈ છે.

જુઓ બીબીસી સંવાદદાતા દિવ્યા આર્ય અને દેબલિન રૉયનો આ રિપોર્ટ લદ્દાખના લેહથી.

આ વીડિઓ અહેવાલમાં તપાસ કરીશું કે લદ્દાખના પહાડો પર રહેતા લોકોના ઘરે પાણી પહોંચ્યું છે ખરું...?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો