ભરતસિંહ સોલંકી યુવતી સાથેના વાઇરલ વીડિયો અંગે શું બોલ્યા?
કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ફરી વિવાદોમાં ઘેરાયા છે. ભરતસિંહ સોલંકીનો એક વીડિયો તાજેતરમાં વાઇરલ થયો છે.
આ વીડિયો સંદર્ભે ભરતસિંહ સોલંકીનાં પત્નીએ તેમની પર અનેક આક્ષેપો કર્યા છે તો સાથે રાજનીતિમાં બ્રેક લેવાની તથા ડિવોર્સ બાદ ફરી લગ્ન કરવાનાં હોવાની પણ વાત કરી છે.
ભરતસિંહ સોલંકીએ આ અંગે પત્રકારપરિષદ યોજીને સ્પષ્ટતા કરી હતી. આ ઘટનાક્રમ પાછળ રાજકીય કારણો હોવાનો દાવો પણ તેમના દ્વારા કરાયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો