મહારાષ્ટ્રની પૈઠણી સાડી : 11 લાખની આ 'માસ્ટરપીસ' સાડી વિકલાંગો વણે છે

વીડિયો કૅપ્શન, એક વિકલાંગ 11 લાખની સાડીનો માસ્ટરપિસ કેવી રીતે બનાવે છે

આ કોઈ સામાન્ય 'પૈઠણી' સાડી નથી. એની કિંમત 11 લાખ રૂપિયા છે.

આ પૈઠણી સાડીનું વણાટકામ વિકલાંગ કારીગરો દ્વારા કરવામાં આવે છે તે હકીકત તેને વધુ ખાસ બનાવે છે.

આ સાડી મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યેવલાસ્થિત એક ફેકટરીમાં બનાવવામાં આવે છે.

કોઈના પણ માનવામાં ન આવે કે આ માસ્ટરપીસ બનાવતા હાથ કોઇ વિકલાંગ વ્યક્તિના છે.

વિજય કારવત, નામદેવ પરબત અને સોનુ લોખંડે આ પૈઠણી સાડીના 'ઈંચ બાય ઈંચ' ભાગ પર દરરોજ જટિલ ડિઝાઇન વણે છે.

જુઓ સાડીની બનાવટ પ્રક્રિયા વીડિયો અહેવાલ સ્વરુપે...

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો