ભારતનાં નિખત ઝરીન બૉક્સિંગમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યાં, શું કહે છે તેમનો પરિવાર?

વીડિયો કૅપ્શન, ભારતનાં નિખત ઝરીન બૉક્સિંગમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યાં, શું કહે છે તેમનો પરિવાર?

ભારતનાં નિખત ઝરીને તુર્કીમાં વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપ જીતી છે. વિશ્વ ચૅમ્પિયનનો તાજ મેળવનારાં નિખત પાંચમા ભારતીય મહિલા બન્યાં છે.

બૉક્સર નિખતે ગુરુવારે ચૅમ્પિયનશિપના ફ્લાયવેટ વિભાગમાં થાઈલૅન્ડનાં જિટપોંગ જુટામાસને 5-0થી હરાવ્યાં હતાં.

જીત્યા બાદ પ્રેસ કૉન્ફરન્સમાં ઉત્સાહિત ઝરીને પૂછ્યું, "શું હું ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છું?"

નિખતનો પરિવાર આ ઉપલબ્ધિ અંગે શું કહે છે તે આ વીડિયો અહેવાલમાં જોઈએ..

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો