ભારત અને પાકિસ્તાનમાં આટલી કાળઝાળ ગરમી કેમ પડી રહી છે?

યુકેના હવામાનવિભાગે એક અહેવાલ જાહેર કર્યો છે. જે અનુસાર ભારત અને પાકિસ્તાનમાં પડી રહેલી વિક્રમજનક ગરમી પાછળ જળવાયુ પરિવર્તન જવાબદાર હોઈ શકે છે.

અહેવાલમાં જણાવાયું છે કે ઉત્તર-પશ્ચિમ ભારત અને પાકિસ્તાાનમાં રેકૉર્ડ બ્રેક હીટવૅવની સંભાવના જળવાયુ પરિવર્તનને પગલે 100 ગણી વધી ગઈ છે.

અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે જો જળવાયુ પરિવર્તનની અસર ન હોત તો આ પ્રકારનું તાપમાન 312 વર્ષ એકવાર જ નોંધાત.

જળવાયુ પરિવર્તનની આ જ આડઅસરો પર જુઓ બીબીસીની આ કવર સ્ટોરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો