તામિલનાડુ : બે ફૂટનાં ગીતાને કદને કારણે નોકરી ન મળી તો બિઝનેસ શરૂ કર્યો અને અન્યોને નોકરી આપવા લાગ્યા
તામિલનાડુંના ઇરોડે જિલ્લાના ભવાની ગામમાં રહેતાં 31 વર્ષનાં ગીતા કુપ્પુસ્વામીની ઊંચાઈ બે ફૂટની જ છે પરંતુ તેમને શિક્ષણમાં ઊંચાઈનાં શિખરો સર કરવામાં તે આડે નથી આવી.
તેમણે એમબીએ અને કોર્પોરેટ મૅનેજમેન્ટમાં ડિપ્લોમા કર્યું છે.
જોકે નોકરી મેળવવામાં તેમને તકલીફ પડી. આખરે ગીતાએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. આજે તેઓ શારીરિક રીતે અક્ષમ લોકોને રોજગાર આપે છે.
ગીતાની કહાણી તેમનાં જ શબ્દોમાં જ સાંભળીએ...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો