ધોમધખતા તાપમાં પક્ષીઓ માટે માળા બનાવતા ભાઈઓની કહાણી

વીડિયો કૅપ્શન, બિહારના ગયામાં રહેતા રંજનકુમાર તેમના ભાઈ સાથે મળીને અબોલા પક્ષીઓને કાળઝાળ ગરમીથી બચાવે છે.

રંજનકુમાર અને તેમના ભાઈ રોજ સવારે ઘરેથી નીકળીને નજીકમાં આવેલા રામશીલા ટેકરી પરના જંગલવિસ્તારમાં જાય છે.

તેમણે ત્યાં અનેક ઝાડ પર માળા બનાવ્યા છે. જ્યાં ચણ અને પાણી મૂકીને તેઓ પક્ષીઓનું ગરમીથી રક્ષણ કરે છે.

રંજનકુમારનું માનવું છે કે પર્યાવરણના સંરક્ષણ માટે પક્ષીઓ બચાવવા જરૂરી છે અને જ્યારે માણસોને પીવા માટે પાણી નથી મળી રહ્યું ત્યારે પક્ષીઓ માટે પરિસ્થિતિ વધુ ખરાબ છે.

જેના કારણે તેમણે શરુ કરેલા આ કાર્યમાં તેમના મિત્રો પણ જોડાયા છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો