Monsoon 2022: વાવાઝોડાને કારણે ગુજરાતની આબોહવામાં કેવું પરિવર્તન આવી શકે?
હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ભારતના ભાગોમાં આ વર્ષે વહેલું ચોમાસું શરૂ થઈ શકે છે.
સામાન્ય રીતે તાજેતરના વર્ષો દરમિયાન ગ્લોબલ વૉર્મિંગની અસરોને પગલે જે વાવાઝોડાં સર્જાયાં તેના લીધે ચોમાસું પાછળ ધકેલાતું હતુ પરંતુ આ સિઝનમાં આવેલા અસાની વાવાઝોડાને પગલે વાતાવરણમાં જે ભેજ રચાયો છે તેના પગલે આંદામાન નિકોબાર ટાપુઓ પર પ્રી-મૉનસુન ઍક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને ચોમાસાના જલદી શરૂ થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
તો આ વીડિયોમાં આપણે ચર્ચા કરીશું કે ભારતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે? અને ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે? અને કઈ તારીખોથી ગુજરાતવાસીઓને ચોમાસાની તૈયારીઓ શરૂ કરી દેવી પડશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો