રશિયા-યુક્રેન યુદ્ધ : રશિયાના એક સૈનિક પર યુદ્ધઅપરાધના કેસની તૈયારી

યુક્રેનના અભિયોજકોએ કહ્યું છે કે તેઓ રશિયાના એક સૈનિક સામે પહેલો યુદ્ધઅપરાધનો ખટલો શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે જેણે એક નાગરિકની હત્યા કરી હતી.

આ વ્યક્તિ હાલ પકડાઈ ગઈ છે અને કસ્ટડીમાં છે. રશિયાની સેનાએ કરેલા આના જેવા હત્યાકાંડ અંગેના પુરાવા પોલીસ હવે ભેગા કરી રહી છે.

તેમનું કહેવું છે કે ડઝનબંધી નાગરિકોના મૃતદેહો કિએવના મહત્ત્વના માર્ગ પર મળી આવ્યા હતા જે માર્ગ પરથી રશિયાના સૈનિકોએ પીછેહઠ કરી હતી. ત્યાંથી જ બીબીસીએ પોતાની રીતે પુરાવા ભેગા કર્યા કે કેવી રીતે ઠંડે કલેજે બે નિ:શસ્ત્ર પૂરૂષોને મારવામાં આવ્યા હતા.

કિએવથી બીબીસી સંવાદદાતા સારા રેઇન્સફોર્ડનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો