મ્યાનમારના સૈન્ય સામે મહિલાઓએ સંભાળ્યો મોરચો, સૈન્યના ઠેકાણા પર નાગરિક સેનાનો બૉમ્બમારો

મ્યાનમારમાં ખૂની સંઘર્ષ ચાલી રહ્યો છે એક બાજુ સેના સત્તા પર છે, બીજી તરફ નેતા આંગ સાન સૂ કી જેલમાં અને નાગરિકો રસ્તા પર છે.

શાંતિના કોઈ પ્રયાસ સફળ નથી થઈ શક્યા અને સેનાના બળવા સામે પ્રદર્શનો કરવા સિવાય હવે નાગરિકોએ પોતાની જ લોકરક્ષક સેના બનાવીને આર્મી સામે લડાઈ શરૂ કરી છે.

ત્યાં સુધી કે મહિલાઓએ પણ સંતાનોને છોડીને હથિયારો ઉઠાવ્યા છે. આ મહિલાઓએ એવી ટક્કર આપી છે કે મ્યાનમારની સેનાની નાકમાં દમ લાવી દીધો છે.

આ મહિલાઓએ કેમ ઉઠાવવા પડ્યા પોતાની જ દેશની સેના સામે હથિયારો અને કેવી રીતે કરી રહી છે આર્મીના ઠેકાણાને બૉંબથી ઉડાવવા માટેનું આયોજન....તેના પર જુઓ આ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો