નેપાળ: બૉમ્બ ડિસ્પૉઝલ સ્કવૉડનાં મહિલા મેજરની કહાણી
સેનામાં મહિલાઓની સંખ્યા હજી પણ નગણ્ય છે અને તેને પુરુષોની ઇજારાશાહીનું ક્ષેત્ર માનવામાં આવે છે. એમાં પણ બૉમ્બ ડિસ્પૉઝલની કામગીરીમાં તો મહિલાઓની સંખ્યા નહિવત્ છે. આ સંજોગોમાં બૉમ્બ ડિસ્પૉઝલની કામગીરીમાં કાઠું કાઢવું ખૂબ ડ પડકારજનક છે.
નેપાળની સેનામાં બૉમ્બ ડિસ્પૉઝલ યુનિટમાં મેજર મહિલા છે અને તેમનું નામ છે દીક્ષા ભંડારી. મેજર દીક્ષા કહે છે, "બૉમ્બ ડિસ્પૉઝ કરવો એ ભારે જોખમી કામ છે, એમાં બીજી તક નથી મળતી."
જુઓ મેજર દીક્ષાની કહાણી વીડિયોમાં...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો