ફ્રાન્સમાં ઇમેનુએલ મૅક્રોં બીજી વખત રાષ્ટ્રપતિ બનશે, કેવી રીતે મજબૂત કરશે દેશનું અર્થતંત્ર?

વીડિયો કૅપ્શન, ફ્રાન્સમાં ઇમેનુએલ મૅંક્રોં બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા GLOBAL

ઇમેનુએલ મૅક્રોં ફરી એકવાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા છે. મૅક્રોં ફ્રાંસમાં છેલ્લા 20 વર્ષમાં સતત બીજી ટર્મ માટે ચૂંટાનારા પ્રથમ પ્રમુખ બન્યા છે.

તેમનાં પ્રતિસ્પર્ધી મરીન લી પૅનને 41.45 ટકા વોટ મળ્યા જ્યારે કે મૅક્રોંને 58.55 ટકા. ઉલ્લેખનીય છે કે ફ્રાંસમાં આ વખતે રાષ્ટ્રપતિપદ માટે માત્ર 72 ટકા મતદાન થયું હતું જે વર્ષ 1969 બાદ સૌથી ઓછું હતું.

પેરિસથી બીબીસી યુરોપનાં સંપાદક કાત્યા એડલરનો રિપોર્ટ.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો