સુરત : કૉંક્રિટના જંગલમાં મરી રહેલી ચકલીઓને બચાવવા મથતા ગુજરાતી
'સોને કી ચીડિયા'ની એક જમાનામાં ઓળખ ધરાવતા ભારતમાં આજે ચકલીઓ કૉંક્રિટના જંગલમાં જાણે ખોવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
ત્યારે ચકલીઓનો કલરવ પાછો લાવવા સુરતના વરાછામાં રહેતા પક્ષીપ્રેમી પરેશભાઈ ગોરધનભાઈ પટેલ ચકલીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
છેલ્લાં છ વર્ષમાં તેમણે આશરે 50 હજાર માળાનું વિતરણ કર્યું છે. શહેરીકરણને કારણે તાપમાનમાં વધારો થતાં ચકલીઓ તાપથી દૂર માળો બનાવવાની જગ્યાની શોધ અને ખોરાકની શોધ માટે શહેરથી દૂર થતી જાય છે

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો