ગુજરાતમાં આભડછેટ નાબૂદી માટે બનાવેલો આ સિક્કો કેમ મહત્ત્વનો છે?
અમદાવાદના નાની દેવતી ખાતે 1000 કિલોનો પિત્તળનો સિક્કો આભડછેદ નાબૂદીના સંદેશ સાથે બનાવવામાં આવ્યો છે.
આ અભિયાનમાં લોકોએ પોતાના મંદિરની પિત્તળની ઘંટીથી લઈને વાસણો સુધી દાન કર્યાં છે.
મહિલાઓનું યોગદાન સૌથી મોટું રહ્યું છે તેવું દલિત કાર્યકર્તાઓનું કહેવું છે.
સાથે સાથે લોકોએ એક એક રૂપિયો પણ દાન કર્યો છે જેને નવી બની રહેલી પાર્લામેન્ટ માટે દાન કરવામાં આવશે.
વીડિયો - તેજસ વૈદ્ય અને જય બ્રહ્મભટ્ટ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો