અમદાવાદ : ટ્રાયથ્લોન ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલની હેટ્રિક બનાવનારાં પ્રજ્ઞા મોહનની કહાણી
આ છે અમદાવાદમાં રહેતાં પ્રજ્ઞા મોહન, જેઓ ટ્રાયઍથ્લીટ છે. સૌથી અઘરી ગણાતી સ્પૉર્ટ્સ ટ્રાયથ્લોનમાં અમદાવાદની આ યુવતીએ સફળતાનાં શિખરો સર કર્યાં છે.
પ્રજ્ઞાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડીગ્રી મેળવ્યાં બાદ હિસાબ-કિતાબના આંકડામાં જીવન વિતાવવાને બદલે સૌથી અઘરી ગણાતી રમતનાં ખેલાડી તરીકે ટ્રાયઍથ્લીટ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.
એક સમયે લોકો અમદાવાદની આ યુવતીને કહેતા કે આવાં કપડાં કેમ પહેરો છો, તમે જવાન થઈ ગયાં છો.
જોકે પ્રજ્ઞાએ નેપાલના પોખરામાં યોજાયેલી વર્ષ 2023ની સાઉથ એશિયન ટ્રાયથ્લોન ચૅમ્પિયનશિપમાં રવિવારે ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેમણે વર્ષ 2019માં પ્રથમ વખત અને ત્યારબાદ વર્ષ 2022માં આ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અનેક રમતોનો સરવાળો એવી ટ્રાયથ્લોન શું હોય છે અને તે કેટલી અઘરી રમત છે?
કેવી રીતે અમદાવાદની આ યુવતીએ ટ્રાયથ્લોનમાં આટલી નામના મેળવી?
જુઓ સાગર પટેલ અને ઉત્સવ ગજ્જરનો વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
