ધર્માંતરણ : છત્તીસગઢનો આદિવાસી બેલ્ટ શા માટે બન્યો ઘર વાપસીનું કેન્દ્ર અને ધર્માંતરણનો ગઢ?
છત્તીસગઢ, ઝારખંડ, અને ઓડિશાના આદિવાસી બૅલ્ટમાં વર્ષોથી લોકોને હિંદુ ધર્મમાં પરત લાવવાનું મોટું અભિયાન ચાલી રહ્યું છે.
વસતીગણતરી પ્રમાણે આ વિસ્તારમાં ખ્રિસ્તી વસ્તી વધી છે જેને કારણે હિંદુ સમાજમાં એક વર્ગ એવો છે જે પોતાને અસુરક્ષિત માને છે.
આઠ રાજ્યોએ પોતાના અલગ કાયદાઓ બનાવ્યા છે જેનો ઉદ્દેશ જબરદસ્તી ધર્માંતરણ રોકવાનો છે. પણ તેને કારણે આ વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મ અપનાવનારા અને તેનો પ્રચાર કરનારાઓ પર અત્યાચારની ફરિયાદો પણ આવી છે.
જુઓ ધર્માંતરણ કાયદો અને ખ્રિસ્તીઓનો ડર વિશે બીબીસી સમાચારની કવર સ્ટોરી .

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો