માણસના લોહીમાં એવું તો શું મળ્યું કે વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાયા?

વૈજ્ઞાનિકોને પ્રથમ વખત માણસના લોહીમાં માઇક્રો પ્લાસ્ટિક મળી આવ્યું છે. ડાઉન ટુ ધી અર્થની વેબસાઇટ પર છપાયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકો દ્વારા તપાસવામાં આવેલા લગભગ 77 ટકા લોકોના લોહીમાં માઇક્રોપ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લોહીમાં ભળેલા પ્લાસ્ટિકના આ કણ બીજી જગ્યાએ પણ જઈ શકે છે. શરીરના કોઈ અંગોમાં પણ જમા થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો