પાટીદાર અનામત આંદોલન : પાટીદારો પરના કેસો સરકારે પરત ખેંચતાં હાર્દિક પટેલે શું કટાક્ષ કર્યો?

વીડિયો કૅપ્શન, પાટીદારો પરના કેસ સરકારે પરત ખેંચતા, હાર્દિક પટેેલે શું કટાક્ષ કર્યો?

ગુજરાત સરકારે અમદાવાદ શહેરમાં પાટીદાર આંદોલન વખતે નોંધાયેલા 10 કેસ કોર્ટમાંથી પાછા ખેંચી લેવાનો હુકમ કર્યો છે.

પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, આ કેસો પાછા ખેંચવા રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને લેખિત સૂચના આપવામાં આવી છે. જેના આધારે જુદી જુદી કોર્ટમાં ચાલતા કેસ પાછા ખેંચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

7 કેસ સેશન્સ કોર્ટમાંથી અને 3 કેસ મેટ્રોપોલિટનમાંથી પાછા ખેંચવા માટેની અરજી કરવામાં આવી છે.

જુઓ સરકારના આ નિર્ણય બાદ કૉંગ્રેસ નેતા અને પાટીદાર આંદોલનના આગેવાન હાર્દિક પટેલ શું બોલ્યા.

વીડિયો : સાગર પટેલ

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો