જામનગર : કારખાનામાં કામ કરતાં ફિરોઝભાઈ જેઓ અડધો પગાર મોરને ખવડાવવામાં ખર્ચી નાખે છે
મળો ગુજરાતની એક એવી વ્યક્તિને જેમને જોતાં જ મોર આનંદમાં આવીને તેમની સાથે રમવા લાગે છે.
જામનગરમાં રહેતા 54 વર્ષના ફિરોઝ પઠાણના દિવસની શરૂઆત મોરને ચણ નાખવાથી થાય છે.
જામનગરમાં રેલવે સ્ટેશન નજીક નાનકડો એવો જંગલ વિસ્તાર છે, અહીં વસતા મોર અને અન્ય જીવોનાં પેટ ભરવાની જવાબદારી ફિરોઝભાઈએ તેમના માથે લીધી છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો