એ મહિલા, જે ઉધારી ચૂકવવા ભીખ માગવા મજબૂર થયાં

વીડિયો કૅપ્શન, એ મહિલા, જે ઉધારી ચૂકવવા ભીખ માગવા મજબૂર થયાં

પુણેનાં અનુસૂયા પાટોળે એક ખાનગી ધીરનાર પાસે પોતાનું બધું ગુમાવી ચૂક્યાં અને હવે તેમને સારસબાગ પાસે ભીખ માગવી પડી રહી છે.

તેમણે તેમના પૌત્રની સારવાર માટે પોતાના એક સંબંધી પાસેથી 60 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. તેઓ રૂપિયા પરત ના કરી શક્યાં તો તે ધીરનારે તેમના નિરક્ષર હોવાનો ફાયદો ઉઠાવ્યો અને આઠ લાખ રૂપિયા ચાઉં કરી ગયા.

અનુસૂયા પાટોળે પુણેની મહાનગરપાલિકામાં કામ કરતાં હતાં. એ સમય દરમિયાન આરોપી દિલીપ વાઘમારેએ અનુસૂયાના પતિના પેન્શનમાંથી અમુક હિસ્સો લઈ લીધો.

પોલીસે હવે દિલીપ વાઘમારેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે વાઘમારેએ અનુસૂયા પાસેથી આઠ લાખ રૂપિયા પડાવી લીધા છે.

ફૂટર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો