મૅરિટલ રેપ એટલે શું અને તેના પર કાયદો કેમ જરૂરી છે?

વીડિયો કૅપ્શન, મૅરિટલ રેપ એટલે શું અને તેના પર કાયદો કેમ જરૂરી છે?

ભારતમાં મૅરિટલ રેપ કાનૂની ગુનો નથી. ઘણાં સંગઠનો તેને ગુનો જાહેર કરવા માટે લાંબા સમયથી માગ કરી રહ્યાં છે.

તેમના પ્રમાણે મહિલાની સંમતિ વિના તેમના પતિ દ્વારા બનાવવામાં આવેલા યૌનસંબંધ બળાત્કારની શ્રેણીમાં આવે છે.

તેમની માગ છે કે પત્ની સાથે બળજબરીથી યૌનસંબંધ બનાવવા પર આઇપીસીની કલમ 375 અંતર્ગત પતિને બળાત્કારના ગુનામાંથી મળતી છૂટને હઠાવી દેવી જોઇએ.

આ મુદ્દે લોકો જુદા-જુદા મત ધરાવે છે. મૅરિટલ રેપ ભલે ગુનો ગણાતો નથી. જોકે ઘણી ભારતીય મહિલાઓ તેનો સામનો કરી રહી છે.

ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો