ગુજરાતમાં 23 વર્ષ પહેલાં આવેલા વિનાશક ભૂકંપની એ 110 સેકન્ડ જેમાં હજારો લોકોનો ભોગ લેવાયો

26 જાન્યુઆરી, 2001ના રોજ ભારત અને પાકિસ્તાનના સમગ્ર ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 6.9 રિક્ટર સ્કેલની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ સમગ્ર ગુજરાતને ધ્રુજાવી ગયો હતો.

અગ્નિદાહ આપતા પરિજન

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA

ઇમેજ કૅપ્શન, 20 હજાર કરતાં વધુનાં મૃત્યુ - વહેલી સવારે આવેલા એ ભૂકંપના ઝાટકા અનુભવાતાં ઘણા લોકો રસ્તા અને ખુલ્લાં મેદાનો તરફ જઈ પોતાનો જીવ બચાવવા પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ ભૂકંપમાં બ્રિટાનિકા ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે 20 હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે દોઢ લાખ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ભૂંકપનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના ભચાઉમાં નોંધાયું હતું.
વિસ્થાપિત થયેલા લોકો

ઇમેજ સ્રોત, ARKO DATTA

ઇમેજ કૅપ્શન, 110 સેકન્ડ સુધી ચાલ્યો વિનાશક ભૂકંપ - ફ્રી પ્રેસ જર્નલના એક અહેવાલ અનુસાર આ વિનાશક ભૂકંપ 110 સેકન્ડ સુધી અનુભવાયો હતો. અહેવાલ અનુસાર પાછલી અડધી સદીમાં નોંધાયેલ આ સૌથી વધુ શક્તિમાન ભૂકંપ હતો. 26 જાન્યુઆરી બાદ અમુક દિવસો સુધી નાના ઝાટકા અનુભવાયા હતા.
ઘર, શાળા અને રસ્તા ધરાશાયી

ઇમેજ સ્રોત, ARKO DATTA

ઇમેજ કૅપ્શન, ઘર, શાળા અને રસ્તા ધરાશાયી - ભૂકંપની સૌથી વધુ અસર ભૂજમાં થઈ હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર આ ભૂકંપમાં 3 કરોડ 78 લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા. ભૂકંપ એટલો ભયાનક હતો કે તેમાં ઘણાં ઘર, શાળા, રસ્તા, સંચારપ્રણાલી અને વીજળીની લાઇનને નુકસાન થયું હતું.
વિનાશ

ઇમેજ સ્રોત, JOHN MACDOUGALL

ઇમેજ કૅપ્શન, ભૂકંપના થોડા સમય બાદ જ સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત માટે કામચલાઉ હેલ્થ સેન્ટરો શરૂ કર્યાં. જેથી આપત્તિના સમયે ઈજાગ્રસ્તોની સારવાર અને રોગનું નિદાન અને સારવાર થઈ શકે. જેના કારણે ગંભીર રોગચાળો ફાટતો ટાળી શકાયો.
છ લાખ લોકો બેઘર

ઇમેજ સ્રોત, ARKO DATTA

ઇમેજ કૅપ્શન, છ લાખ લોકો બેઘર - ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે આ ભૂંકપના આંચકા 700 કિલોમિટરના વિસ્તાર સુધી અનુભવાયા હતા. જેમાં છ લાખ લોકો બેઘર બન્યા હતા. અહેવાલ પ્રમાણે ઘણાને આ ભૂંકપના કારણે થયેલ વિનાશને જોતાં એવું ભવિષ્ય ભાખ્યું હતું કે ગુજરાતને આ નુકસાનમાંથી બહાર આવતાં વર્ષો લાગશે. પરંતુ કાર્યક્ષમ પુન:સ્થાપન અને પુનર્નિર્માણની વ્યૂહરચનાને કારણે અમુક સમયમાં જ ગુજરાત ફરી આ આપત્તિમાંથી બેઠું થઈ શક્યું.
લાખો લોકો બેઘર થયા હતા

ઇમેજ સ્રોત, JOHN MACDOUGALL

ઇમેજ કૅપ્શન, અહેવાલ પ્રમાણે ભૂજમાં વેરાયેલ વિનાશની સામે જે રીતે ગુજરાતના વહીવટી તંત્રે કાર્યક્ષમતા દેખાડી અને શહેરને ફરી બેઠું કર્યું, તે મૉડલ પહેલાં કાશ્મીર અને પછી નેપાળના ભૂકંપ વખતે અનુસરવામાં આવ્યું હતું.
નીતીશ કુમાર અને કેશુભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Pallava Bagla

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં રાજકારણનું ગણિત બદલાયું - ભૂકંપ આવ્યો તે સમયે ગુજરાતની સત્તા કેશુભાઈ પટેલના હાથમાં હતી. વરિષ્ઠ પત્રકાર ધીમંત પુરોહિતે બીબીસી ગુજરાતી માટે લખેલા એક લેખ પ્રમાણે ધરતીકંપમાં નબળી કામગીરી અને સાબરમતી સીટ પર ભાજપની હાર થતાં ત્રીજી ઑક્ટોબર 2001ના રોજ તેમણે રાજીનામું આપ્યું. અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.
મહિલા

ઇમેજ સ્રોત, EMMANUEL DUNAND

ઇમેજ કૅપ્શન, આમ, 2001માં આવેલો ભૂકંપ એ માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશના રાજકારણ પર અમીટ છાપ છોડવાનો હતો, તે અત્યારે અનુભવી શકાય છે.
400 નાગાસાકી બૉમ્બની તાકાત

ઇમેજ સ્રોત, Pallava Bagla

ઇમેજ કૅપ્શન, 400 નાગાસાકી બૉમ્બની તાકાત - ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર એક દાવા પ્રમાણે પૃથ્વીના પેટાળના 23 કિલોમિટર અંદરથી 400 નાગાસાકી પરમાણુ બૉમ્બ જેટલી તાકાત પૃથ્વીની સપાટી સુધી પહોંચી હતી. જેના કારણે થયેલા ઝડપી અને વિનાશક ઝાટકામાં હજારો લોકોના જીવ ગયા હતા.
આ સમગ્ર નુકસાન પૈકી 81.5 ટકા જેટલું નુકસાન માત્ર કચ્છ જિલ્લામાં થયું હતું.

ઇમેજ સ્રોત, ARKO DATTA

ઇમેજ કૅપ્શન, આ સમગ્ર નુકસાન પૈકી 81.5 ટકા જેટલું નુકસાન માત્ર કચ્છ જિલ્લામાં થયું હતું.
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ સહિત 143નાં મૃત્યુ

ઇમેજ સ્રોત, ARKO DATTA

ઇમેજ કૅપ્શન, પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ સહિત 143નાં મૃત્યુ -- કચ્છના પૂર્વમાં ભારે નુકસાન થયું હતું. ભચાઉ નગર આખેઆખું ખંડિયેર બની ગયું હતું. અંજારમાં પણ સમગ્ર જૂનું શહેર વિનાશ પામ્યું હતું. સૌથી દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય એવો એક બનાવ પણ અંજારના ખત્રી ચોક ખાતે બન્યો હતો. જેમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સામેલ થવા આવેલાં શિક્ષકો અને બાળકો સહિત 143 લોકો શાળાની ઇમારત ભૂકંપમાં ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામ્યાં હતાં.
મહાનગરોમાં પણ નુકસાન

ઇમેજ સ્રોત, ARKO DATTA

ઇમેજ કૅપ્શન, મહાનગરોમાં પણ નુકસાન - અમદાવાદમાં 81 બહુમાળી ઇમારતો પડી ભાંગી. જેમાં 752 લોકોના જીવ ગયા. અમદાવાદમાં પણ એક શાળાની ઇમારત પડતાં 33 બાળકોનાં મૃત્યુ થયાં હતાં. સુરતમાં હરેકૃષ્ણ એપાર્ટમેન્ટ નામની સાત માળની ઇમારત જમીનદોસ્ત થઈ જેમાં 18 લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૂળ આંચકા બાદ 953 આફ્ટર શૉક અનુભવાયા હતા.