સુદાનમાં તખ્તાપલટના સપ્તાહો બાદ હવે વડા પ્રધાન હમદોકે આપ્યું રાજીનામું

વીડિયો કૅપ્શન, સુદાનમાં તખ્તાપલટના સપ્તાહો બાદ હવે વડાપ્રધાન હમદોકે આપ્યું રાજીનામું GLOBAL

સુદાનના વડા પ્રધાન અબ્દુલ્લા હમદોકે સેના સાથે એક વિવાદાસ્પદ સમજૂતિ કરી તેમના રાજીનામાની ઘોષણા કરી.

સુદાન સૈન્યએ ગત વર્ષે ઑક્ટોબરમાં બળવો કરી હમદોકને નજરબંધ કર્યા હતા અને સત્તા કબજે કરી હતી.

આ પછી સપ્તાહો સુધી સુદાનમાં લોકશાહી સમર્થકોએ દેખાવો કર્યા, આ વચ્ચે હમદોક અને સેના વચ્ચે સત્તાની ભાગીદારી મામલે સમજૂતિ થઈ, પણ લોકોને આ સમજૂતિ મંજૂર નથી તેથી રસ્તા પર દેખાવો યથાવત્ છે.

સત્તાની સમજૂતિ પાછળનો હેતુ દેશને લોકતંત્ર શાસન તરફ લઈ જવાનો હોવાનો કહેવાય છે.

line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો