ભાવિના પટેલ : પોલિયો સામે ગુજરાતી યુવતીની રમવાની જીદ અને સફળતાની કહાણી
ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ગુજરાતનાં ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે શાનદાર પ્રદર્શન થકી ભારત માટે મેડલ નિશ્ચિત કર્યો છે, તેઓ ગોલ્ડ મેડલ માટે હવે ફાઇનલ મૅચ રમશે.
ભાવિનાએ ક્વાર્ટર ફાઇનલ મૅચમાં સર્બિયાના બોરિસ્લાવા પેરિકને 3-0થી હરાવ્યાં હતાં, જે બાદ સેમિફાઇનલ મૅચમાં ચીનનાં ચાંગ મિયાઓને ભાવિનાએ 3-2થી પરાસ્ત કર્યાં હતાં.
હવે ફાઇનલ મૅચમાં તેઓ ચીનનાં જ ચાઓ યિંગ સામે ગોલ્ડ મેડલ માટે રમશે.
અહીં જુઓ, માત્ર ટાઇમપાસ માટે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કરનારી ગુજરાતી યુવતી કઈ રીતે ટોક્યો પૅરાલિમ્પિક્સની ફાઇનલ સુધી પહોંચી?