ગુજરાત : લગ્ન પહેલાં બાપ-દીકરીએ કરી અનોખી 1700 કિલોમિટરની રોડ ટ્રિપ

વીડિયો કૅપ્શન, ગુજરાત : લગ્ન પહેલાં બાપ-દીકરીએ કરી અનોખી 1700 કિલોમિટરની રોડ ટ્રિપ

આ કહાણી છે ગુજરાતનાં એ પિતા-પુત્રીની જેમણે પુત્રીના લગ્ન પહેલાં કંઈક અનોખું યાદગાર કામ કર્યું.

પ્રકાશ પટેલનાં પુત્રીનાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે પણ પોતાની પુત્રીને પરણાવીને વિદાય આપતાં પહેલા પિતાએ કંઈક અનોખું કરવાનું વિચાર્યું.

લગ્ન પહેલા પુત્રીને અનેક પ્રકારની વસ્તુઓ ભેટમાં આપવાની તૈયારીઓ કરતા હોય છે પરંતુ પ્રકાશ પટેલે વિચાર્યું કે તેઓ એવું કંઈક કરશે જે યાદગાર બની જશે.

પિતા પ્રકાશ પટેલ કહે છે કે 'મેં મારી દીકરીને કહ્યું કે છ મહિના પછી તારાં લગ્ન છે કંઈક એવું કરીએ કે એ યાદગાર બની જાય'.

બસ પછી પિતા અને દીકરી યાદોનો ખજાનો ભેગો કરવા બાઇક પર નીકળી પડ્યાં 1700 કિલોમિટરની લદ્દાખ ટ્રિપ પર.

જુઓ તેમની આ અનોખી ટ્રિપની કહાણી

વીડિયો : સાગર પટેલ

line

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો