પ્રિન્સ ફિલિપનું નિધન : ક્વીન ઍલિઝાબેથ સાથે લગ્ન થયાં ત્યારે કેવો હતો માહોલ?

વીડિયો કૅપ્શન, પ્રિન્સ ફિલિપનું નિધન : ક્વીન ઍલિઝાબેથ સાથે જ્યારે તેમનાં લગ્ન થયાં ત્યારે કેવો હતો માહોલ?

સાત દાયકાના સફળ લગ્નજીવન અંગે ક્વીન ઍલિઝાબેથે પ્રિન્સ ફિલિપને પોતાની હિંમત ગણાવ્યા હતા.

1947ની 20 નવેમ્બરે પ્રિન્સેસ ઍલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપનાં લગ્ન થયાં હતાં.

તેમનાં લગ્નના દિવસે તેમને ઍડિનબર્ગના ડ્યુક બનાવવામાં આવ્યા હતા.

એ ઍડિનબર્ગના ડ્યુકના નામે તેઓ આજીવન ઓળખાતા રહ્યા હતા. લગ્ન સમયે તેમની વય 26 વર્ષ અને તેમનાં પત્નીની વય 21 વર્ષ હતી.

પરંતુ આવનારા જીવનના સાત દાયકા તેમણે તેમનાં પત્ની, બ્રિટનનાં ક્વીન ઍલિઝાબેથ દ્વિતીયની છાયામાં વિતાવ્યા હતા, પણ તેમનું વ્યક્તિત્વ એટલું પ્રબળ હતું કે તેઓ ક્યારેય માત્ર પતિ બની રહ્યા ન હતા.

આ શાહી લગ્ન સમયે કેવો માહોલ હતો જુઓ આ વીડિયોમાં.

સ્રોત : બ્રિટિશ પાથે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો