દિલ્હી રમખાણોને એક વર્ષ થયું, જાણો ઘાયલ પીડિતોની આપવીતી

વીડિયો કૅપ્શન, હિંસક રમખાણોમાં લગભગ 53 લોકો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં રમખાણો ફાટી નિકળ્યા હતાં. નાગરિકતા સંશોધન વિધેયક વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોને પગલે ઉત્તર-પૂર્વ દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં શરૂ થયેલા હિંસક રમખાણોમાં લગભગ 53 લોકો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા.

આ રમખાણો દરમિયાન જ, એક વીડિયો ક્લિપ ઘણી વાઇરલ થઇ હતી. જેમાં 5 પુરુષોને રસ્તા પર મારવામાં આવી રહ્યા હતાં અને પોલીસ યુનિફોર્મ પહેલા લોકો તેમને વંદે માતરમ ગાવા માટે કહી રહ્યા હતા.

એક વર્ષ બાદ બીબીસીએ ઈજાગ્રસ્ત પીડિતોની મુલાકાત લીધી છે. આ રમખાણોને એક વર્ષ વીતી ગયું છે જેણે ફેબ્રુઆરી 2020માં દિલ્હીને હચમચાવી દીધી હતું. બીબીસીએ પીડિતોના પરિવારની ફરી મુલાકાત લીધી. જુઓ અહેવાલ.

ફૂટર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો