પશ્ચિમ બંગાળની ચૂંટણી : મહુઆ મોહિત્રાએ અમિત શાહના ‘જય શ્રી રામ’ના નારા પર શું કહ્યું?
પશ્ચિમ બંગાળના તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોહિત્રા તાજેતરમાં સંસદમાં ધારદાર સ્પીચ માટે ચર્ચામાં આવ્યાં છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે અને ભાજપ અને ટીએમસી બેઉ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
તાજેતરમાં ભાજપ નેતા અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભાજપની રેલીમાં કહ્યું કે ‘જય શ્રી રામ પશ્ચિમ બંગાળમાં ન બોલીએ તો શું પાકિસ્તાનમાં બોલીએ?’
ભાજપ વારંવાર મમતા બેનરજીને જય શ્રી રામ સામે વાંધો છે એમ કહી રહ્યો છે અને આ નારો રાજ્યમાં રાજકારણમાં ચર્ચાઈ રહ્યો છે ત્યારે જાણીએ તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોહિત્રા પાસેથી કે તેમને આ નારાથી શું વાંધો છે?


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
