દુતી ચંદ : પડકાર-પ્રતિબંધ છતાં ટ્રૅક પર હાર ન માનનારાં દોડવીરાંગના
આર્થિક મુશ્કેલીઓથી માંડીને કારકિર્દી માટે જોખમી બનેલા વિવાદો...દુતી ચંદનાં સમર્થ પગે તમામ મુશ્કેલીઓને પાછળ છોડીને તેમને ટ્રેક પરની સૌથી ઝડપી ભારતીય મહિલા બનાવ્યાં છે.
2018ની એશિયન ગેમ્સમાં બે રજત ચંદ્રક જિત્યા પછી હવે દુતીની નજર ઑલિમ્પિક્સ પર છે. દુતી ચંદને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસવુમન ઑફ ધ યર ઍવૉર્ડ માટે સતત બીજા વર્ષે નૉમિનેટ કરવામાં આવ્યાં છે.
દુતી ચંદ ઓડિશાના જાજપુર જિલ્લાનાં વતની છે. તેમના પરિવારમાં છ બહેન અને એક ભાઈ સહિત કુલ નવ લોકો છે. તેમના પિતા વણકર હતા.
એ દેખીતું છે કે દુતીએ ઍથ્લીટ બનવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. દુતીનાં મોટા બહેન સરસ્વતી ચંદ પણ સ્ટેટ લેવલનાં સ્પ્રિન્ટર હતાં.
તેમને દોડતાં જોઈને દુતીએ સ્પ્રિન્ટર બનવાનો નિર્ધાર કર્યો હતો. જાણો દુતી ચંદ વિશે આ અહેવાલમાં.
રિપોર્ટરઃ રાખી
શૂટ ઍડિટઃ શુભમ અને કેન્ઝ
પ્રોડ્યુસરઃ વંદના


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
