વિનેશ ફોગટ : એ કુસ્તીબાજ જેમની પકડમાંથી છૂટવું અઘરું છે

વીડિયો કૅપ્શન, વિનેશ ફોગટ : એ કુસ્તીબાજ જેમની પકડમાંથી છૂટવું અઘરું છે

ભારતમાં છોકરાઓની સરખામણીએ છોકરીઓનાં જન્મનું સૌથી ઓછું પ્રમાણ ધરાવતાં રાજ્યો પૈકીના એક હરિયાણામાં જન્મેલાં વિનેશ ફોગટ આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ છે.

ગયા વર્ષની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તેમણે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો અને આગામી ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ તેઓ ભારત માટે ચંદ્રક જીતી લાવશે તેવી આશા છે.

તેમનો પરિવાર પિતૃસત્તા સામે લડીને અનેક આંતરરાષ્ટ્રીય મહિલા કુસ્તી ચૅમ્પિયન્સ તૈયાર કરવા માટે વિખ્યાત છે. ગીતા ફોગટને બીબીસી સ્પૉર્ટ્સવૂમન ઑફ ધ યર ઍવૉર્ડ માટે સતત બીજા વર્ષે નોમિનેટ કરવામાં આવ્યાં છે.

શૂટ-એડિટઃ પ્રેમ ભૂમિનાથન અને નેહા શર્મા

રિપોર્ટર તથા પ્રોડ્યુસરઃ વંદના

ફૂટર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો